કેવા છો ને કેવા થાશો
ક્યાં ઉભા છો .!ક્યાં લગ જાશો .!!
મારગ ચરણે આવી ઢળશે
ભીતરથી જો ઉભા થાશો
કેવી પુછ પુછ? કોની સામે ?
છેવટ એમાં ધોખો ખાશો
ગૂઢ રહસ્યો જાતે ખૂલશે
સ્હેજ તમે , તમને સમજાશો
સાચું મૌન મળીગ્યું તો તો,
છલક છલક છલ છલ છલકાશો
નિજાનંદનો પ્રથમ પરિચય,
મૂળ સાંભળે એવું ગાશો
એજ મજા છે નથી ગતાગમ
કેવા છો ને કેવા થાશો
- વંચિત કુકમાવાલા
No comments:
Post a Comment