ગઝલ
******
માણસ જેવું કંઇ બચ્યું ના,
લાગે જાણે દોડે લાશો!
પહોંચે ના ઇશ્વરની પાસે,
ગીતો એવાં ક્યાં લગ ગાશો?
લાગે કદિના પ્યાસ જેવું,
એવું અમને ક્યારે પાશો?
કરજો સેવા કાયમ એવી,
તો જ નિરંતર મેવાં ખાશો.
પૈસા પાછળ દોડે માણસ,
ભૂત થયો છે,જલ્દી નાશો!
"નટ્વર" તો છે પ્રેમનો ભુખ્યો,
ભજશો તો વૈકુંઠે જાશો!
@નટવર ટાંક જૂનાગઢ.
રણઝણતું આવે તો ગાશો?
સીધે સીધું કઈ ઉભરાશો?
કારણ આપી આજે ચાલ્યાં,
રમતા રમતા જીતી જાશો?
સાથી બન્યાં સાથે રાખ્યાં,
થાકી હારી ઊભાં રેશો?
ખાલી ખાલી ખીસ્સાં વાગે,
ડાહી વાતો બોલી ચ્હાશો.
ફેરી કાઠી ગાથા ગાઈ ,
ત્યાં કેવી રીતે ફેલાશો?
કાજલ
કિરણ પિયુષ શાહ
જેવા છો એવા દેખાશો,
ચ્હેરા બદલી ક્યાં સંતાશો?
પરદો ઊઠે ને ભજવાશો,
પરદો પડશે, પાછા જાશો;
ઊલટથી જો આવ્યું છે તો,
ગીત કહો ને! ક્યારે ગાશો?
જૂઠ્ઠાના સઘળા સંગાથી,
સાચું કહેશો તો દંડાશો;
જીવતરના અંધારે જીવણ!
ક્યાં લગ આમ જ ગોથાં ખાશો?
સૂરજ થાવું ક્યાં સ્હેલું છે?
દીવો થઈને સ્હેજ પ્રકાશો.
: હિમલ પંડ્યા
ગઝલ
અવસરની સામે મલકાશો,
તો ઉત્સવ થઇને ઉજવાશો.
દર્પણ જેવું સપનું જોઈ,
ખુદના હાથે ના તરડાશો.
મોહક છે લટ ઈચ્છાઅોની,
તેથી અેમાં ના અટવાશો.
ફાટેલા શ્વાસો પર ટેભા-
લેશો તો પળમાં સંધાશો.
લોકો કરશે નોંધ મજાની,
મુદ્દાસર જ્યારે ટંકાશો.
જળની ભ્રામક માયા અેવી,
મૃગજળ જોઈને ભરમાશો.
અાલેખાશો સૌના દિલમાં,
હુંથી તદ્દન જો ભૂંસાશો.
નામ તમારું જેના હોઠે,
અેની અાંખોમાં છલકાશો.
ઝઘડા કરતો મંઝિલ સાથે-
રસ્તો થઇને ના ફંટાશો.
જિજ્ઞા ત્રિવેદી
ગઝલ
અવસરની સામે મલકાશો,
તો ઉત્સવ થઇને ઉજવાશો.
દર્પણ જેવું સપનું જોઈ,
ખુદના હાથે ના તરડાશો.
મોહક છે લટ ઈચ્છાઅોની,
તેથી અેમાં ના અટવાશો.
ફાટેલા શ્વાસો પર ટેભા-
લેશો તો પળમાં સંધાશો.
લોકો કરશે નોંધ મજાની,
મુદ્દાસર જ્યારે ટંકાશો.
જળની ભ્રામક માયા અેવી,
મૃગજળ જોઈને ભરમાશો.
અાલેખાશો સૌના દિલમાં,
હુંથી તદ્દન જો ભૂંસાશો.
નામ તમારું જેના હોઠે,
અેની અાંખોમાં છલકાશો.
મંઝિલ સાથે ઝઘડા કરતો,
રસ્તો થઇને ના મલકાશો
ભરત દરજી
કોના પડઘા સામે જાશો?
કે મૂંગા થૈ સાક્ષી થાશો?
ઇચ્છાઓ માઝા મૂકે તો,
કોની વ્હારે હકથી ધાશો?
લેણીદેણી બાકી રાખી,
ફેરા બસ જન્મોના ખાશો.
ગણગણતા મળશે એ ભીતર,
ત્યારે ગીતો કોના ગાશો?
ચમકારો છે એના નામે,
બીજા નામે ક્યાં લગ જાશો ?
અર્ચના🌺
*કેવા છો ને કેવા થાશો?*
*ક્યાં ઊભા છો, ક્યાં લગ જાશો?*
દિલને આપું કેમ દિલાસો?
ઊઠે અંદર રોજ નિસાસો.
નાટક જામ્યું છે નાટક નું,
લોકો જોશે આજ તમાશો.
બોલી બોલીને સાવ ફર્યો,
મોતેં દીધો આજે જાસો?
કારણ શું આપું દુનિયા ને,
લોકો માંગે એક ખુલાસો.
ઊંચે નીચે થાતાં શ્વાસો,
હાંકે રાખે લ્યો ડંફાસો.
સામે રહિ માને ના કીધું .
ભીંતો સાથે કાયમ કાશો.
જાણી ને કાયમ ટકરાતી.
ફરતી રે'છે કેવી લાશો?
-આભાસ
સોંપી દીધા તમને શ્વાસો .
------------------
સોંપી દીધા તમને શ્વાસો .
આવીશું ,જ્યાંપણ લઇ જાશો.
શોધી લેશે નજરો મારી ,
કયાં ક્યાં જઇને ,ક્યાં સંતાશો.
યાદોનું છે કામ અનેરું,
બોલો અમને ક્યાં નવરાશો ?
ચાલ્યા જઇએ ,પ્રેમ ભરેલાં,
વાદળ થઇને ના ટકરાશો.
શ્રાવણ જેવો હું યે વરસું ,
બોલી દો કે'દી ભીંજાશો .
હાર્યા સઘળું એક જ દાવે ,
ફેંક્યો એવો કેવો પાંસો .
સ્મિત તમારું કાફી છે બસ ,
આડી નજરે પણ મલકાશો .
- દેવેન્દ્ર ધમલ
*તરહી*
*કેવાં છો ને કેવાં થાશો,*
*ક્યાં ઊભા છો ક્યાં લગ જાશો.*
ઊંડા સાગર છિછરા કાંઠા,
મોતી કઇ અણમોલ તરાસો .
સૂરજ જાગે, ફૂલો ખીલે,
પંખી ગાયન પ્યારું ગાશો?.
તરતું આવ્યું તરણું નાનું,
મરતાનો શું ઈશ્વર થાશો?
આવી ગોપી મહિડા લઈને,
શ્યામ તમે આ માખણ ખાશો?
ગાયોની જ્યાં પૂજા થાશે,
મળશે ત્યાં શ્યામ તપાસો.
જીવનનું એક જ સત છે આ,
ખીલીને પાછાં કરમાશો.
સુખની જ્યાં છાયાં હો'એવાં,
મિત્રો સાથે ના ટકરાશો.
કાજલને વ્હાલું કાજળ થઈ,
તેની આંખોમાં અંજાશો.
ચાલો જઇએ ઈશનાં શરણે,
ક્યાં લગ દુનિયામાં અટવાશો.
*કાજલ કાંજિયા "ફિઝા"*
લોકો કે' સંસાર તમાશો,
અમને તો ઝળહળ અજવાસો!
છું હું સાવે સુક્કી ધરતી,
વર્ષા થૈ ને ગોરંભાશો?
રંગ્યા શ્વાસો નામે તમારા,
અવસર શા અમમાં ઉજવાશો?
મારી નાની બાથે બાંધું!
કુદરત થૈ ને મુજમાં મા'શો?
આખ્ખે આખ્ખી જાત ધરી આ,
ખોવાઈ, મુજમાં ખોવાશો?
આવો તમને પણ પ્રગટાવું!
મારા ઘરનો દીવો થાશો?
---------------હેમા ઠક્કર "મસ્ત "
વચનો મોટા આપે રાખો,
વચનોથી જ તમે ચૂંટાશો.
ઢોંગ કરે છે એે રોવાનો,
એને આપોને દિલાશો.
વિશ્વાસ નથી! તો રે'વાદો,
કોઇ ના આપો ખુલાશો.
સામે મોત ઉભું હોય છતાં,
કોઇ દિવસના ગભરાશો.
- વિપુલ અમરાવ
ભીતરના આનંદે ન્હાશો,
ત્યારે ખુદને જાણી જાશો !
ન યુવાની તો ટકશે કાયમ,
આ સમય સાથે તો બદલાશો !
મળશે કોમી રમખાણોથી
કેવળ માનવતાની લાશો !
ન અરીસાનો વાંક છે એમાં !
જેવા છો એવા દેખાશો !
ના ના કહેતાં જો જો ક્યારેક
મારા દિલમાં આવી જાશો !
ના સમજી જે શક્યા છે તમને,
એવાઓને પણ સમજાશો !
મન દુનિયાદારીમાં ડુબશે,
ત્યારે માંડ તમે ભૂલાશો !
- હેમંત મદ્રાસી
પીંડ...
સારા છો ને સારા થાશો!
તેવો અવસર જોવા જાશો?
હારેલા તે જીતે કેવા?
રાજા પેલેથી હરખાશો ?
કે'વાતા વૈરાગી સંતો
દેશી સગવડ વેચી ખાશો!
સાગર કાંઠે બેઠા -બેઠાં
ભવસાગર મોતીડે નાશો!
ચોરેલી ચાંદર ઓઢીને
અંતર આંખોથી ઢંકાશો?
હોડી,કોરા કાગળની પણ!
આશા! લખનાર ફંટાશો
વાદળ ફાડી,ધરતી તોડી
મારગ માપી મડરાશો!
ધી ના દીવે ,વાળી વાટો
શણગારે સૂરજ!પરખાશો
ડાટેલાં ધન,વાટેલાં કણ
દેવા-લેવા લોભી ગાશો!
દાદર ચડતાં પડતાં એવા?
બાળક-બેટા તેડી પાશો!
પતઝડનાં થૈ પંખી જીવો
ધરતી ખોળે પીળી લાશો!
જાગૃતિ મારુ મહુવા "જાગુ"
કાળી આવક હોંશે ખાશો?
ભોળા ચ્હેરે લે ઠગ ભાસો!
બાળક રડતું નિજ આંગણિયે,
મંદિર દોડી "બગ ભગ" થાશો?
રોજા રાખો અલ્લા કાજે,
ભેગા થૈ ને સૌ ખગ ખાશો!
સાંપ્રત માણસ ફરતો દીસે!!
પણ છે મન, કર ને પગ લાશો.
માણસની ના કો' કિંમત છે,
માનવતાને ડગ ડગ ફાંસો.
તકલીફો છે રાઈ જેવીને,
'છે એ તો ભાઈ નગ' ગાશો!
હ્રદયું છે ખાલીખમ દોસ્તો,
લાલી થોપી ઝગમગ થાશો?
પરસેવો પાડીને લાવ્યા,
મોં ઉજળુંને ઝગમગ વાંસો!
ડો જિજ્ઞાસા દિશાંક ઓઝા
ગઝલ ગઝલ – હરખાશો
છો સહસ્ત્ર હાથે ખેંચાશો ;
કચરા ગાડી એ ઠેલાશો.
ખોટી આશામાં ભરમાશો ;
નિરાશામાં જો હરખાશો .
ભર વરસાદે જો ભીંજાશો;
આંસુ છુપાવી સંતાશો.
સત્કર્મોને જો અજવાળશો;
ઈશ માફક ઘર ઘર પુજાશો.
હોઠે આવી ને મલકાશો ;
બે કાંઠે છલ છલ છલકાશો .
અવસર થઈને તો ઉજવાશો ;
તોરણ થઈ બા`રે લહેરાશો .
દિલીપ વી. ઘાસવાલા
[7/19, 9:51 AM] Bharat Bhatt: અંધારે આડા અટવાશો,
પોત ઉપર પહેલાં પ્રગટાશો.
આછેરા આછા અજવાળે,
આપ મને ચોખ્ખા દેખાશો !
આ રસ્તો છે તે રસ્તો છે,
મિત્ર, તમે ક્યાં ક્યાં ફંટાશો.
હાથ પ્રસારી હું ઊભો છું,
આપ કહો ,ક્યારે ફેલાશો ?
આગળ પાછળ પાછળ આગળ,
જીવતરમાં તો ધક્કેલાશો !
મનમાં મૂરતને દેખી ને,
મનમાં ગાંડા ઘેલા થાશો.
રહેવા દેજો મુક્ત થવાનું,
મુક્ત થશો એવા બંધાશો.
અહીંથી દઉં છું દેશવટો હું,
હે,સપનાંઓ ક્યાં જોવાશો.
ઊભા રહો રંગીલા રાજા,
રંગો થઈને ક્યાં રેલાશો ?
પીછી - રંગો કશું હશે નહીં,
તોય શિખાનખ પણ ચિતરાશો.
ભરત ભટ્ટ
[7/19, 10:29 AM] +91 99986 61267: પહેલા વરસાદમાં ન જાશો,
થઇ પાણી પાણી શરમાશો.
મોસમ જોઈ આમ ન મ્હાલો,
નહી તો વરણાગી કહેવાશો.
આંખ્યોના ઘેરા ખાબોચિયે,
નીકળવા મથો પણ ગૂંચાશો.
કૂણેરા સપનાં ના જોશો,
સોળમા વરસમાં મૂંઝાશો.
વળજો પાછા એ ફળિયેથી,
અવાવરું કૂવે અટવાશો.
Dt : 18/7/2016 * નિશિ *
સૂઝ્યા એવા સુધારા સાથે....
પહેલા વરસાદમાં ના જાશો,
પાણી પાણી થઈ શરમાશો!
મોસમ જોઈ આમ ન મ્હાલો,
નહી તો વરણાગી કહેવાશો.
આંખોના ખાબોચિયામાંથી
નીકળવા ન મથો, ગૂંચવાશો.
કૂણેરા સપનાં ના જોશો,
સત્તરમા વરસે મૂંઝાશો.
વળજો પાછા એ ફળિયેથી,
અવાવરું કૂવે અટવાશો.
Dt : 18/7/2016 * નિશિ *
વંચિત સાહેબના મત્લા પરથી લખેલી તરહી ગઝલ
.
કેવા છો ને કેવા થાશો,
ક્યાં ઉભા છો ક્યાં લગ જાશો.
.
બનજો સૂરજ નહીં તો તારા,
થોડા થોડા સૌ અજવાશો.
.
જીવતે જીવતા રાખ્યા દિલમાં,
કાઢી તો એ થઈ ગઈ લાશો.
.
પ્રેમ કરું છું સૌને હું તો,
મારી ભીતર આપ સમાશો?.
.
એકલો હું કોરસમાં ગાઉં,
મિત્રો મારી સાથે ગાશો?.
.
મિત્ર રાઠોડ
જેણે દીધા હેતલ ભાવો,
તેના કાજે ના અટવાશો.
ખોટા વચને આશા રાખી,
જુઠી આસે ના ભરમાશો.
લઇને આવ્યા કોરા ભાવો,
તેઓ કાજે ના છલકાશો .
તનહા તનહા જીવી જાણો,
સપના જોયા તો પસ્તાશો.
જેણે તમને ટાળી દીધા ,
તેની યાદે ના ઉભરાશો .
ખોટી શંકા રાખી જીવે,
તેને ચાહી ને લજવાશો.
જેણે આપ્યા માસૂમ ઘાવો,
તેના હેતે ના ભરમાશો.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment