*હઝલ*
પોકે પોકે એવાં રોયા,
એનાં બાપાએ જ્યાં ધોયા,
બાઈક ફેંકી વાડો કુદયા,
ભાગવામાં જુતાં પણ ખોયા,
બાપા થાક્યાં મમ્મી બોલ્યાં,
ઊભો રે' તું મારા રોયા,
મમ્મી જાણે યમનાં ભાણા,
આવ્યાં હાથે લઈને ડોયા,
ધોકો મારે લાફા મારે,
જીવતાં જાણે જમને જોયા,
ધોબી પછાડ કીધો એવો,
પે'ન કિલરનાં લીધાં સોયા,
ઢીમે ઢીમા માથા ઉપર,
સપાટ ભોંયે લાગે ઠોયા.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Wednesday, 19 July 2017
ગઝલ
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment