Sunday, 13 August 2017

ગઝલ

ગઝલ

ગાલગા લગાલગા  લગાલગા લગાલગા

￰શોક રાખવો  નથી , છે ભૂતકાળ  નું મરણ,
ટીપ  ટીપ જો  થયા  કરે  આ કાળ નું ઝરણ.

ઊંઘ  આવતી  નથી ,હવે થશે  ઉજાગરા,
રાત લઇ  જશે મને ફરી  એ યાદ ને શરણ.

મૃગજળ  ત્યાં  ઝાકળે  પધારશે, ચકાસ  જો,
દુર દુર દોડતું  જશે ઇચ્છા તણું હરણ.

વૃક્ષ  ડાળ ને લંબાવશે વધુ વધુ પછી,
કુંપળો  ફૂટે અને થશે એ પાન નું ખરણ.

છે નદી  ગઝલ, પ્રવાહ  શીખવાડશે તને ,
રોશની પ્રયાસ  કર, કલમ વડે  થશે  તરણ.

-  રોશની પટેલ

No comments:

Post a Comment