Sunday, 13 August 2017

ગઝલ

પહેલો નથી બનાવ, હવે રોજનું થયું ;
એ ખોતરે છે ઘાવ, હવે રોજનું થયું!

વાતાવરણ તો તંગ હતું, બાહ્યને ભીતર;
છે પ્રશ્નનો  પ્રભાવ, હવે રોજનું થયું!

મનમાં અશાંત ભીડ ભરી શ્હેર સૂતું છે;
તાજા કલમ, તનાવ, હવે રોજનું થયું!

પડછંદ ન્હોર જેમ ભીંસે યાદનાં કવચ;
લે આવ, લે સતાવ, હવે રોજનું થયું!
             -- દાન વાઘેલા
  ( " સ્વયંભૂ " માંથી સાભાર )

No comments:

Post a Comment