Thursday, 17 August 2017

ગઝલ

એમને ટાણું - કટાણું હોય છે ?
ભૂખ જેનું પ્રિય ભાણું હોય છે

એમ જીવતરમાં છે આંસુની જગા
જેમ ભોજનમાં અથાણું હોય છે

જેમણે વેઢા ભૂંસ્યા હો ચિત્તના
એને શું નેવું - નવ્વાણું હોય છે !

એને સળગાવો પછી મળશે મધુ
હાથમાં ઈચ્છાનું છાણું હોય છે

બૂટમાં ક્યો પગ પ્રથમ મૂકવો : સહિત
પોત પોતાનું ઉખાણું હોય છે.

             -- સ્નેહી પરમાર

( " યદા તદા ગઝલ " માંથી સાભાર )

No comments:

Post a Comment