Thursday, 17 August 2017

ગીત

અણિયાળી  ચાંચ એની રાતી છે માળ લીલો પોપટ બેઠો કંઈ વડલાની ડાળ
સામે બેઠેલ ઓલી પોપટિને બોલે હાલને એલી .!જઈએ સરવરની પાળ
        હાલને  એલી  .. ભરી લઈએ ખુલ્લુ આકાશ .....

લાગણીમાં   લથબથતી   વાતુ વાગોળીને   અણદીઠાં 
સપનાંઓ ખોલીયે
ભીની  છે  રાતોને   ઝગમગતી   જાતને   ફુલડા   સમ
બાગમાં ઝબોળીએ

સતરંગી  રંગોના   પગલાંની   છાપુંથી  થનગનતા  હૈયામાં
ઊઘડે   પરસાળ ...
     હાલને  એલી  .. ભરી લઈએ ખુલ્લુ આકાશ .....

તરસી છે  ધરતી ને  વેગળી છે  વેદના એ  વેદનાને
હાથ કેમ રાખું
વરસાદી     છાંટાને    હૈયામાં    ઝીલીને    વાયરાને
કેમ   કરી ચાખું

રૂપેરી તાર મહીં ગૂંથવાની એક - મેક જીવતરની ઝગમગતી ઝીણેરી ઝાળ ..
    હાલને  એલી  .. ભરી લઈએ ખુલ્લુ આકાશ .....

        ----- હર્ષિદા  દીપક

No comments:

Post a Comment