એકલો રાખી મને તે પણ ખુદા ભારે કરી!
દોઝખે નાખી મને તે પણ ખુદા ભારે કરી!
ચોતરફ બસ સૂર ગુનગુન સંભળાયે સ્વાર્થનો,
કરડે છે માખી મને, તે પણ ખુદા ભારે કરી!
મેં 'બનાસ'નદીને બસ અમથું જ પુછ્યું!જાય છે?
આપી રણ ખાખી મને તે પણ ખુદા ભારે કરી!
દિલ દુભાવ્યું છે ઘણું દિલદારનું કાયમ અમે,
કેમ લે સાંખી મને, તે પણ ખુદા ભારે કરી!
થઇ ગયા કેવા ઉડનછું સ્વપ્નમાં આવી તમે,
માત્ર દઈ ઝાંખી મને તે પણ ખુદા ભારે કરી!
કેટલા તોફાન જીવન રાહ પર ઉમટ્યા હતા,
પાલવે ઢાંખી મને તે પણ ખુદા ભારે કરી!
બંધ એના બારણા હોતા નથી "જયલા" કદી,
દેહમાં વાખી મને તે પણ ખુદા ભારે કરી!
"જયલા"
No comments:
Post a Comment