મનમાં જે હોય એને, ઢોળું કઈ રીતે?
છે ભેદ જે હદયમાં, ખોલું કઈ રીતે?
કઈ કેટલાય રાજો, દિલમાં ઠર્યા છે જઇ,
વાળેલ મુઠ્ઠી મારી, ખોલું કઈ રીતે?
જો હોય બોલવાનું, બોલી બધું જ દઉં,
ના બોલચાલ કોઈ, બોલું કઈ રીતે?
કાગળ ઉપર તો ઢોળ્યા, શબ્દો ઘણા બધા,
હૈયે ગઝલને તારા, નોધું કઈ રીતે?
કાયમ છુપાવી રાખ્યા, આ આંસુઓ પછી,
જોતા બધાને બોલો, રોવું કઈ રીતે?
મેં સાચવીને રાખ્યાં, થાપણની જેમ જે,
આ ઘાવને મલમથી, ધોવું કઈ રીતે?
લોહી જિગરનું બાળી, જોડ્યા હતા અમે,
સંબંધના એ બંધન, તોડું કઈ રીતે?
ઈચ્છાને એક પગ છે, ચાલું છું તોય હું,
તારા કહેલ રસ્તે, દોડું કઈ રીતે?
કાયમ નડે છે અમને, જીવન પથે સદા,
આ "હું" ની માટલીને, ફોડું કઈ રીતે?
હું પણ રહું ધરા પર, તું પણ રહે સદા,
મારા જ જેવો છે તો, નોખું કઈ રીતે?
આ બંદગી કરીને, થાક્યા અમે ખુદા,
તારા સુધી હવે હું, પ્હોંચું કઈ રીતે?
કાયમ જવાનું મારે, ગંગાને ઘાટ પર,
અઢળક કરેલ પાપો, ધોસું કઈ રીતે?
બસ હાથમાં જ રાખી, બેઠો છું ત્રાજવા,
આ લાગણીને "જયલા" તોલું કઈ રીતે?
No comments:
Post a Comment