આભમાંથી આભ જેવું તાકવું મુશ્કેલ છે.
ઝાડમાંથી ઝાડ જેવું લાગવું મુશ્કેલ છે.
બારણે મારે ટકોરા યાદના તડકા જુઓ,
સાવ ખાલી ઓરડામાં જાગવું મુશ્કેલ છે.
ઠેસ જેવું વાગવા દો મૌનધારી શબ્દને,
અર્થના આકાશમાંથી ભાગવું મુશ્કેલ છે.
જાય છે ખેંચી પવન દરિયા તરફ કેવો મને,
એજ રસ્તેથી ફરી મન વાળવું મુશ્કેલ છે.
છોડ ઝરમર જિંદગીની સાવ બોદી આ રમત,
એક સીધા ઢાળ પર ડગ માંડવું મુશ્કેલ છે.
....વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment