*ગાલગા લગાલગા લગાલગા લગાલગા*
3શેરનો રિયાઝ
આ ઉફાન લાવનાર કાં સલીમ થઈ ગયા?
દર્દ આપનાર ક્યારથી હકીમ થઈ ગયા?
એ સગીર આંખ એટલી તો ટમટમી ,પછી,
એની છત ઉપરના તારલાંય ડીમ થઈ ગયા.
કેસરી,સફેદ ,લીલો રંગ મારી જાન છે
જન્મથી જ આ કલર હૃદયની થીમ થઈ ગયા.
*કવિ-જુગલ દરજી*
No comments:
Post a Comment