Thursday, 17 August 2017

ગઝલ

રાધા

ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા

પ્રેમભીની   શ્રાવણીનો    પંથ  રાધા,
કાનજીને  પામવાનો      ગ્રંથ  રાધા.

વાંસળીના   ભૈરવીમાં   સૂર    બોલે, 
લાગણીના  પૂરનો તો    અંત  રાધા.

આંસુઓની  બાદબાકી  કેમ  કરવી ?
ગોપભાવે    ચાહતીતી  સંત  રાધા.

ગીતગોપી, પામવાને  બોલતી'તી,
વ્રજવાસી    વાયરાનો  કંત   રાધા.

વેદનાને     જીરવીને    જીવતી'તી
'કાંત 'તારી લેખિનીની  પંત  રાધા.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment