Thursday, 17 August 2017

ગઝલ

કૃષ્ણને તો કારણે છે યાદ  રાધા ,
ના હશે જો કૃષ્ણ થાશે બાદ રાધા !

યાદમાં તો કોતરાઈ એ ગયા છે,
કઈ રીતે ભૂલે બધા સંવાદ રાધા ?

જ્યારથી મથુરા ગયા છે કૃષ્ણ છોડી ,
કરતી રહેતી કૃષ્ણને બસ, યાદ રાધા !

સંભળાશે નામ એનું સૂરમાં સૌ,
સાંભળો આ વાંસળીનો નાદ, રાધા !

ના બીજો પર્યાય છે એનો તો કોઈ !
થાય રાધાનો ફકત અનુવાદ રાધા !

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment