15-8-17
સેંકડો રાણી ને પણ અપવાદ રાધા!
કો' અનોખી પ્રીતનો સંવાદ રાધા!
બંધ આંખે હોઠથી ફૂંકે છે શ્યામલ!
વાંસળીના સૂરનો અનુવાદ રાધા!
રાસડે ફરતું પિતાંબર ફગફગે, ને
શ્યામસુંદર અંતરે છે સાદ, રાધા!
ભાન ભૂલી, જાત ભૂલી, રાસ રમતી,
ગોપબાલાઓ બધી થૈ બાદ, રાધા!
રાસ રાધા, પ્યાસ રાધા, કૈફ રાધા,
જો ચડ્યો છે, શ્યામને ઉન્માદ રાધા!
----------------હેમા ઠક્કર "મસ્ત "
No comments:
Post a Comment