Thursday, 17 August 2017

ગઝલ

રાધા
ગાલગાગા,     ગાલગાગા,   ગાલગાગા

કાનજીનો   લહેરાતો   સાદ  રાધા,
વાંસળીની  સૂરતાનો  નાદ  રાધા.

નંદરાણી  બાંધતા'તા   લાલજીને,
મોહિનીની  ભ્રમણામાં  બાદ રાધા.

વ્રજમાં  તો  રાસલીલા ઝાંઝરોની,
શામજીનો  નાચવાનો પાદ  રાધા.

પ્રેમભીની  લાગણીમાં  ચાર વેદો,
આંસુઓને  ખેરવે  તે   યાદ રાધા.

ભોળવીને  છેતરે   છે  લાલ તારો,
નંદજીના  બારણાની  દાદ  રાધા.

ઓધવ ભલે જ્ઞાનદાતા દ્વારિકાનો,
લાગણીનો રસભર્યો  સંવાદ રાધા.

શામ  રંગે  ભીંજવી  છે  જિંદગીને,
ઘૂંટવાનો    પ્રેમવેલી  માદ  રાધા.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment