Thursday, 17 August 2017

ગઝલ

છંદ:ત્રોટક

ખરિ કૂંપળ ને અધુરું રણ છે.
રડતા સ્વરમાં જ હૃદય પણ છે.
મળતા સુખ ત્યાં દુખ માંગણ છે.
પુચકાર સુણી ફરતા ધણ છે.

નળિયાં પર દારુણ્યના થર છે.
સરતી ધરતી બળતા સ્તર છે.
કવિરાજ ધણી કુળ ચારણ છે.
સઘળી કવિતાનુ નિવારણ છે.

પથરાળ સ્થળે નિજ પ્રાંગણ છે.
મુક્ત રાહ ઉપર અતિ ભારણ છે.
લખવી ગમતી પુખ્ત માલણ છે.
ખિલતા ફુલનું સ્જડ કારણ છે.

-શીતલ ગઢવી"શગ

No comments:

Post a Comment