Sunday, 13 August 2017

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગા

આભ માં જો ચાંદ દેખાતો નથી.
કારણો માં એક તું ઓઝલ નથી.

પ્રેમ ને પૂજા ગણી જીવ્યો સદા,
એ વગર મારો કશો ગુનો નથી.

આજ લાગ્યુ પારકુ તારા વિના,
તુ ન આવે તો નયન ખુલ્લા નથી.

છે અગર તારા નયન માં બુંદ તો,
મેં લખી આખી ગઝલ મારી નથી.

તુ મળી સામે મને તો એ મજા,
કંઇ અમથી 'ધર્મ' ને ભાગે નથી.
               
                      ~ધર્મેન્દ્ર સોલંકી.
                 ૨૦:૪૩, ૧૩/૦૮/૧૭

No comments:

Post a Comment