Tuesday, 29 August 2017

અછાંદસ

અંધારા ઉલેચવા પ્રકાશ તરફ દોડી જવાય છે
ને આમ છતાં રાત સાથે ભટકાય જવાય છે.
માની સુરજ ઉત્સવ અજવાળોનો ઉજવાય છે
ત્યાં પડે ખબર આ તો ઉછીનો અજવાસ પથરાય છે.
અશાંત મન પામવા શાતા અહીં તહીં અટવાય છે
જોયા વગર ખુદની અંદર બહાર બહાર ભટકાય છે.
મંદિરે મંદિરે અહીં ઈશ્વરો મુંજાય છે
ને કહે છે "મારા બનાવેલા મને ક્યાં સમજાય છે?"
ધર્મ શોધવા નીકળું છું બઝારે
મોંઘાદાટ દુકાનદારો ભટકાય છે.
બની બેઠેલા ધર્મના ઠેકેદાર ઠેક ઠેકાણે
વેંચી ઈશ્વર માલદાર થતા જાય છે.
ચપ્પલ સાથે મગજ બહાર મૂકી દોડે માણસો આશ્રમે
પછી કહેવાતા બાબાઓ બળવાન થતા જાય છે.
ધર્મ તપાસજો ક્યારેક ખુદનો "નીલ" ઉતરી અંદર
મળી જાય માણસાઈ જેવું કશું તો સમજો ભવસાગર પાર થતો જાય છે.
       રચના: નિલેશ બગથરીયા
                  "નીલ"

No comments:

Post a Comment