Tuesday, 29 August 2017

ગઝલ

બાકી તો ધુમાડા ઓકતી મીલ કહું છું દોસ્ત...
જેમા દયા હોય એને જ દિલ કહું છું દોસ્ત.

જે સ્થળેથી દેખાય સ્પષ્ટ મંઝીલો...
એ જગાને હું તો મંઝીલ કહું છું દોસ્ત.

ટોળાંમાં રેહવાની છે ટેવ પડી ગઈ પણ...
તું મળે એ ક્ષણનેજ મહેફીલ કહું છું દોસ્ત.

ધબકતા હો એ તમામ સ્વપ્નોને હકીકતમાં...
જીવી જવાના માટે કાબીલ કહું છું દોસ્ત.

- દિપક ઠાકર

No comments:

Post a Comment