Tuesday, 29 August 2017

ગઝલ

હલદીઘાટીમાં.......

નગારે ઘાવ ફૂકે શંખ કોઈ હલદીઘાટીમાં,
હજી પડઘાય છે એ શબ્દ કોઈ હલદીઘાટીમાં.

હજી પથ્થર બની બખ્તર પવનને રોજ વીંઝે છે,
સ્મરણ આપે સમયના ઝખ્મ કોઈ હલદીઘાટીમાં.

અમારા જીવને કોઈ જ શસ્ત્રોની નથી સમજણ,
અને છૂટ્ટા મૂકે છે અશ્વ કોઈ હલદીઘાટીમાં.

ક્ષણોને પી જવા ઈચ્છા કરે કોઈ હજી હમણાં,
રુન્ધાયેલા સ્વરે આકંઠ કોઈ હલદીઘાટીમાં.

અડગ રહેવું કે તૂટવાનુ છે કોનાં ભાગ્યમાં પંડિત ?
આ પથ્થરને પૂછે છે પ્રશ્ન કોઈ હલદીઘાટીમાં.

               - ભરત ભટ્ટ

No comments:

Post a Comment