Thursday, 17 August 2017

ગઝલ

ફૂંકી ફૂંકી  શું વગાડે છે મને ?
થૂંકી થૂંકી બસ બગાડે છે મને.

ઝાડ માફક અડચણોએ કાપવા;
ક્યાંક ઘર વચ્ચે ઉગાડે છે મને?

ચાલીને  હાંફી ગયો છું તે છતાં;
ઝંખના સૌની ભગાડે છે મને.

ઊંઘ રાહતની હજી આવી નથી;
શ્રાદ્ધ ઊણા જ્યાં જગાડે છે મને.

સભ્ય ઘરનો આખરે સમજી હવે;
ભીંતના ખીલે લગાડે છે મને.
સર્જક

No comments:

Post a Comment