ગઝલ
--------
સંતની બુનિયાદ છે કે ભયનો ભણકારો , જઈને જોઈ તો આવો
વાલિયો છે કે પછી વટલાઉ લૂંટારો , જઈને જોઈ તો આવો
આપણે આ સાવ બીબાંઢાળ ઝાકળની રમતને હાથમાં લીધી
પણ થયો છે સૂર્ય નામે એક દેકારો , જઈને જોઈ તો આવો
પાંચ કે પચીસ નહિ, પણ છેક અંદરમે પગથિયે નીર ભાખ્યાં છે
વાવ એવી ગાળનારો ક્યાં છે વણઝારો , જઈને જોઈ તો આવો
ક્યાંક તો મળશે જ પગલાં ખુદ તમારાં, ખીણ પર્વત કે તળેટીમાં
કોણે કોણે કેટલા કીધા છે પડકારો , જઈને જોઈ તો આવો
આમ તો એ ઉદ્દભવે ને ઉછરે ને સંચરે જળમાં ને જળમાંયે
કોઈ પરપોટો કદી ફૂટે છે પરબારો , જઈને જોઈ તો આવો
.. સુરેન્દ્ર કડિયા
No comments:
Post a Comment