Monday, 14 August 2017

ગઝલ

એક ગઝલ

આઝાદીની રક્ષા કરીશું, હિન્દ મારી જાન છે.
ને શીશ ચરણોમાં ધરીશું, હિન્દ મારી જાન છે.

ભાષા વિરોધીની અમે સમજી ગયા બસ શાનમાં,તો સામી છાતીએ લડીશું, હિન્દ મારી જાન છે.

ગાંધી અને સુભાષ સાથે લાલનું બલિદાન પણ,
એ રક્ત આંખોમાં ભરીશું, હિન્દ મારી જાન છે.

મા,બેન,બેટી ને વળી આક્રન્દ કરતી સ્વામિની,
ને તોય યુદ્ધો આદરીશું, હિન્દ મારી જાન છે.

ના નૈ મળે એક્કેય ખૂણો ઓ વિદેશી કાગડા,
સોનાની ચકલી સાચવીશું, હિન્દ મારી જાન છે.

આંધી બની હંફાવશું, ઝુકાવશું છેવટ લગી,
તોફાન થઈને બાખડીશું ,હિન્દ મારી જાન છે.

આ દેશના કાજે બલિદાનો દઈ જે વીર થયા,
ઓવારણાં લાખો લઈશું, હિન્દ મારી જાન છે.

     પારુલ બારોટ.

No comments:

Post a Comment