જો શ્રી હરિ આજના જમાનામા પૃથ્વી પર ઉતરે ને અવતરે તો?કેવા હાલ થાય?.(એમનાં હો..આપણાં નહીં...)એ કલ્પનાની રમૂજી તુકબંધી..
કોકવાર ભૂલોકમાં ,તું ભૂલો પડ ભગવાન
તને સરગ ભૂલાવી ને ભૂલાવું સાનભાન
વૈકુંઠેથી શ્રીહરિ,સાંભળતા આ ગાન
પૃથ્વી એ પધારવા નિશ્ચય કરતા ક્હાન
સુદર્શન પિતાંબર,અને મોરપીચ્છને ધરી
બાંસુરીને ખોસી ને, પધારીયા છે હરિ
કળીયુગી લોકને જોઇને કંઈ ન કળાય
ગોથાં ઉપર ગોથાં ,ખાતા જનાર્દનરાય
કદંબની જગાએ છે સિમેન્ટો નાં ઘર
અધરે ધરતાં મોરલી,તે આવી કીબોર્ડ પર
મોર રહ્યા નામનાં ,રહ્યાં not so more
ધેનુકા ભાંભરતી જ્યાં,ત્યાં ગાંગરે ટ્રાફીક શોર
પિતાંબરમા લાગતા, કાના odd man out
ડેનીમ કૅપ્રિ વાળાઓ કરવા માંડ્યા doubt
"સુદર્શન તો ચૂર્ણ ગણે ,ભીતિ નહીં જરાય
બોમ્બ-એ.કે.,સામે મારાં શસ્ત્રો નબળાં બધાંય"
વનરાવન ક્યાં રૂડું હવે ?મારે વૈકુંઠ જાવું,
સંભવામિ યુગે યુગે હવે ન મારે થાવું!!"😢"
મેધા અંતાણી
No comments:
Post a Comment