લાગતા જોડે ઉભેલા છે બધાં,
ભીડમાં અતડા પડેલાં છે બધાં.
લાગણી સરખી હ્રદયમાં છે મળી,
તે છતાં ઘ્રૃણા ભરેલાં છે બધાં.
સ્હેહ ભીના ભાવથી સૌને મળે,
આદરો અંતર ધરેલાં છે બધા.
કામ પડતા જે સતત પુછા કરે,
મતલબે કેવા દબેલા છે બધા.
એક બીજાની સદા લેતા ખબર,
એટલાં શાણાં બનેલાં છે બધાં.
માન મોભાની કરે સૌ ખેવના,
આજના માનવ ઠરેલા છે બધાં.
દુ:ખ પીડાને અકેલા ભોગવે,
કેટલાં માસૂમ ફસેલાં છે બધાં.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment