Thursday, 28 September 2017

ગઝલ

આંખે કાળો મોતિયો ધોળું ક્યાંથી દેખાય!
હો' તું જેવો એવાં સૌને ના સમજી લેવાય!

ભણતર મોંઘું,ચણતર મોંઘું,મોંઘુ કરિયાણું,
આવું મોંઘું જીવન ક્યાં લગ કોઈથી સ્હેવાય?

ઝરણા હોમાય નદીમાં ,માય નદી સાગરમાં, 
સાગરનું પાણી આકાશે વાદળમાં લ્હેરાય.

ધરતીનો પાલવ ભીંજવ તું વરસાદી વાછટ,
મ્હેક પછી જો મમતાની ચારે બાજું ફેલાય.

રોજ ખજૂરા રૂપી દુ:ખો વેરતતી રહીને,
સમજણનાં થિગડા માર્યા,કે જખ્મો ક્યાં દેખાય?

*કાજલ કાંજિયા "ફિઝા"*
*26/9/2017*

No comments:

Post a Comment