Wednesday, 18 October 2017

ગઝલ

*જયમાતાજી*
મમતાના ચર્ણોમાં ઝુકી તો જુઓ.
સ્વર્ગ છે, ખોળે માથુ મુકી તો જુઓ.

માવતર  મુથુરા ને કાશી ભૈ જયલા,
ગંગાતટે પાપ તારા ધોઇ તો જુઓ.

જગની માયા  સારી નૈ ભૈ જયલા,
જનની આખ કોક દી લુશી તો જુઓ.

બાળ તારુ તનેય પૂજશે ભૈ જયલા,
મા-બાપને દીલથી પૂજી તો જુઓ.

ધડપણની તુતો લાકડી ભૈ જયલા,
જનેતાના વહાલમાં ડુબી તો જુઓ.

કવિતા સાંભળી હરખી છુ ભૈ જયલા,
માવતરના હરખ માં નાચી તો જુઓ.

---જયદિપસિંહડાભી
     15-10-2017

No comments:

Post a Comment