Wednesday, 18 October 2017

અછાંદસ

ગૂંથેલી દોરીઓ તૂટતાં,
રુસણે બેસી ગયેલો ખાટલો,
ગોઠણ લગ ચડેલું પહેરણ
દીવાલનો ટેકો લઈ
હાંફતી અસહ્ય પીડાઓ,
ખાંસતું જોબન,સ્પર્શને વલખતાં ટેરવાં  
છત તરફ નિહાળીને,
ટપ્ ટપ્ ટપ્ ટપકતી યાદો,
એ ટીપાં ખરતાં એનાથી
મનમાં વાવેલા ઓરતાનાં
અંકુરિત થતાં શુષ્ક બીજ!
સજળ દ્રષ્ટિએ,
દીવો તાકતાં નયનો,
અચાનક ઝળકી,
હસી પડી,કહી જતી
દીવા ની વાટ:
બેય સરખા,
ખૂટી પડ્યું છે તેલ!
દવાઓ ય ખૂટી ને ???
હવે જીવશું કેમ?

-શૈલેશ ચૌધરી 'અગમ'

No comments:

Post a Comment