Wednesday, 18 October 2017

ગીત

ચારભાઇ બીડીનું ગીત....😂

ઊડઝૂડ ઈચ્છા હરખપદુડી
લઇ આવી અે ક્યાંક કશેથી ચારભાઇની ઝૂડી

કપાસ છાપ માચીસનાં જેવાં    સપનાં મબલખ સેવે
સ્ટેજ પર સળગાવી નાખી બસ કાયમની ટેવે

કસને થઇ કપાસી ને થઇ ખોં ખોં નામે દૂડી
ઊડઝૂડ ઇચ્છા હરખપદુડી..

આંખ ધુમાડા કાઢે ગોટમગોટ ગગનવિહારી
દોરાથી પણ આગળ ખેંચી વાહ રે વ્યાસ બિહારી...

વ્યસન માગતું હતું અેટલે સહુને અેકુકી ગૂડી
ઊડઝૂડ ઈચ્છા હરખપદુડી...

             -અનિલ વાળા

No comments:

Post a Comment