*બાપુ તું લાચાર છે !*
જનતા જીવે મરતા મરતા,
બાપુ દેખે હસતા હસતા.
નેતાને પૈસો લલચાવે,
સંસદમાં એ ખો-ખો રમતા.
માણસ જ્યાં માણસને કાપે,
એમાંથી એ ગજવા ભરતા.
ઈશ્વરના દરબારે જાતા,
ત્યાં પાપોની મટકી ધરતા,
કેવું નાલાયક માનસ છે,
શરમાતા ના એવું કરતા.
કશ્યપ લંગાળિયા - "કજલ"
No comments:
Post a Comment