સમયની ડાળ પર ટહુકા કરીને ઝૂલવા લાગ્યા.
જુઓ આ શબ્દના પડઘા ફરીથી રેલવા લાગ્યા.
ગઝલની વાત ન્યારી હોય છે બસ એમ બોલીને,
નવો રસ્તો કરીને પંખીઓ પણ ચાલવા લાગ્યાં.
જીવનના આંગણામાં કૂંપળો જ્યાં ફૂટતી જોઈ,
અને સંભારણાં મારી પીડાને ફોલવા લાગ્યાં.
જરા અમથી પ્રવેશી ગઇ હવા મારા જીવનમાં ને,
પછી પડદો થયો ઊંચોને રહસ્યો ખૂલવા લાગ્યાં.
અદિશ
No comments:
Post a Comment