અંધારાઓ વચ્ચે એક અજવાળું લાવી શક્યા
જૂઠની આ દુનિયામાં સત્ય ઉજળું લાવી શક્યા .
નિજ કર્મનો બોજ અન્ય ખભે ઠાલવતા યુગે
કરી સર્વ કર્મ જાતે સ્વાશ્રયનો પાઠ ભણાવી શક્યા .
દહેશત હિંસાની દૂર સુધી ફેલાયેલી જણાઈ
છતાં શાંત ચિત્તે અહિંસાનો માર્ગ અપનાવી શક્યા .
જીવતરના નબળા કર્મો જાહેર કરી શક્યા
ને માટેજ સત્યના પ્રયોગો કરી શક્યા .
આજુ બાજુ સ્વચ્છ રાખી અંતરમન પણ ચોખ્ખું કરી શક્યા
"સ્વચ્છતા ત્યાં પ્રભુતા " જીવને સાર્થક કરી શક્યા .
જીવી ગયા ગાંધી સાદગીથી પણ જીવતર લાગે એનું જાજરમાન
"મારુ જીવન મારો સંદેશ " કહી "નીલ" એક મોટી શીખ જગને આપી શક્યા .
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Tuesday, 3 October 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment