Monday, 2 October 2017

અછાંદસ

ઉભા છે
ગાંધી ચોકે
આજે
જરા! સ્વછતા
ઉડીને
આંખે
વળગે છે
બાકી
કાગળ પર 
ફોટાઓમાં
ક્લીપોમાં
દેખાય છે .....
બાપુ કહેવાને
કશું
બોખલું મોં
ખોલવા પ્રયત્ન કરે છે...
ત્યાં
મૂર્તિમંત
એક
લગાડી ટેકે
ઉભેલો
મહામાનવ
લાચાર જણાય છે.
       રચના: નિલેશ બગથરીયા
                 "નીલ"

No comments:

Post a Comment