Monday, 2 October 2017

અછાંદસ

બાપુજીનું સ્વપ્ન હતું .....

બા ઘરે સફાઈ કરતી હતી
સાથે સાથે આજ
નાનકડો ટપ્પુ વહેલો ઊઠી
ગયો હતો ,
નાની લોટીથી મો ધોયું
નાહી લીધું
બા પાસે પોતડી ની હઠ કરી
દાદાજી પાસે થી ચશ્માની ,
આ બધું બધા આશ્ચર્ય થી જોઈ રહ્યા !
શું થયું છે આજ ટપ્પુને ?
ટપ્પુ તો ખિલ ખિલાટ હસતો
મન મોહક ,
હાથમાં સાવરણી લઈ
કોમળ હાથે બાની મદદ કરવા લાગ્યો !
ત્યારે  બધાને ટપ્પુ નું આશ્ચર્ય સમજાઈ
ગયું !
બાપુજી નું સ્વપ્ન હતું

અંશ ખીંમતવી

No comments:

Post a Comment