Monday, 2 October 2017

અછાંદસ

સાત વાર લોટો ઉતાર્યો,
લીંબુ મરચા વળ્યાં,
બાળી પણ જોયા!
મરચું જરા પણ આંખે ના લાગ્યું,
ખાંસી પણ ના આવી!
કોઈની કાળી વિદ્યાનું જ કામ લાગે છે!
અગરબત્તી, મોરપીંછ અને નારિયેળ
બધું ભેગું કરેલું છે.
પેલો ભુવો જોને!
"કઈ ના થાય હવે!"એમ કહે છે!
હવે શું થશે?
કોની નજર લાગી ગઈ!
મારી કવિતા ને!!

-સંદીપ આર. ભાટીયા

No comments:

Post a Comment