Tuesday, 3 October 2017

ગઝલ

હવે દક્ષિણામાં  શું શું  ધરવું પડશે ?
ફરી શિષ્યને જો ગુરુ દ્રોણ મળશે.

કરી વર્ણ જુદા બધે ભીષ્મ બેઠા;
બની કર્ણ બળવો હવે કોણ કરશે ?

થશે કળિયુગે પણ નવો ધર્મ સ્થાપિત;
અગર યુદ્ધ અર્જુન, વગર કૃષ્ણ લડશે.

દહન પૂતળાનું કરો શોખથી પણ;
થશે રાખ, રાવણ  અહમ્ જ્યારે બળશે.

કરી લે તું 'સર્જક' કરમ પૂણ્યના પણ;
નહીંતર યુગો યુગ અહીં તું  ભટકશે.
-સર્જક

No comments:

Post a Comment