શું કરે ફરિયાદ તું કારણ વગર?
જીવવામા ક્યાં મજા ભારણ વગર!!
રાત છે તો છે દિવસની પણ મજા
ક્યા કદર જળની હતી રણ વગર!!
જે બતાવે સત્ય તારુ બેધડક
ક્યા હતી તાકાત એ દર્પણ વગર?
દુ:ખ ભલે દીધા નથી ફરિયાદ એ
ઝેર દીધુ તે મને મારણ વગર
સાવ ઠાલા ભાવની ક્યાં થઈ કદર!!
એ ગઝલ પીટાઈ બંધારણ વગર
#કિરણ જોગીદાસ
No comments:
Post a Comment