Tuesday, 3 October 2017

ગઝલ

🍃🌷 લખું આભાર ક્યાં ?🌷🍃

અણબોટ એ ધબકાર ક્યાં ?
શ્રધ્ધા ય પાણીદાર ક્યાં ?

શોધે હ્રદય ઉપચાર ક્યાં ?
ફૂલો હવે આબદાર ક્યાં ?

પળ પળ  મહાલય આંખમાં,
ઓ રોશની ! અંધાર ક્યાં ?

છે બે કદમ એ દૂર, પણ
સંબોધવા ઉદ્ ગાર ક્યાં ?

બે ચાર ટીપા આંસુ પર,
પ્યારે લખું આભાર ક્યાં ?
Dt ::3/10/2017  * નિશિ *

No comments:

Post a Comment