મારી ઊર્મિઓની વાચા..
તીક્ષણ હથિયાર વડે,
તેણે હણી લીધી...
તીખી નફરતની વાણીથી,
રોજ તેનો પડધો,
મારા કાનને ચીરે છે...
અથડાઈને હદયમાં તેંની યાદ,
રક્તથી નસેનસમાં ઝેર,
બનીને શ્વાસોમાં ડૂસકાં ખાય છે..
તડપતી,
મથતી,
તરફડતી,
પીંખતી રહી ખુદને..
વિધાઈ ગઈ તેના બાણોથી..
ને છેલ્લે બસ..
હત્યા કરી નાખી સ્મરણોની....
તોરલ
No comments:
Post a Comment