Tuesday, 3 October 2017

અછાંદસ

આ ! શંકુ આકારના એકસરખા કતારબંધ ઉભેલા વૃક્ષો,
સામસામે અદબ વાળીને ઉભા હોય એમ !
ચુપ...પણ બોલતા..,

એકસરખી ડાળી, એકસરખા પાન, એકસરખો આકાર,
અડોઅડ રેહવાથી કજીયો, કંકાસ,હુંસાતુસી...
મારો વિસ્તાર.. હું જ હું...,

નહિ વિકસતા હોય ?

પ્રેમ વિકસતો હશે...નવીનવી કુંપળો...ને એ જ વૃક્ષ..,
હું જ નર ,હું  જ માદા...ઐક્ય...

પ્રેમ વિકસે તો અંત: સ્ત્રાવો નહિ ઝરે...
અંત:સ્ત્રાવો મનના કે શરીરનાં...

મનના જ હશે..
વસંત આવે કે પાનખર પરોપકાજે જ જીવવું...

આપણે  મનના અંત:સ્ત્રાવો ને કળી શકતા હોત તો...
મનોદૈહિક પીડાથી મુક્તિ પામ્યા હોત...

આપણે વૃક્ષ બની જઈએ..
વિકસવું...ઝરવું...મોહરવું ..ખરવું...
કુદરતની ઓથે...
સમયસર.....

અસ્મિતા

No comments:

Post a Comment