Tuesday, 3 October 2017

ગઝલ

👇🏼👇🏼👇🏼👇🏼
ચર્ચા અપેક્ષિત છે....

સતત યાદ દિલમાં વસાવી ગયો છે,
અકળ રીત દ્વારા તું ફાવી ગયો છે.

પલકભર દીપક જ્યાં જલાવી ગયો છે,
જીવન આખું ઉત્સવ બનાવી ગયો છે.

ભ્રમરની કળાનો તને ક્યાસ ક્યાં છે!
જવાની ફૂલોની સજાવી ગયો છે.

સુગંધી ફૂલોની હતી કારણોમાં,
ભ્રમર આવીને એ જણાવી ગયો છે.

રહે છે સ્મરણમાં સતત તું ઓ સાકી!
કિમત જામની બહુ લગાવી ગયો છે.

જગત પૂછશે પ્રેમના ખેલ અંતે,
તને કોણ દિલથી હરાવી ગયો છે.

ખરા અર્થમાં તું જ માલિક છે મારો,
બધું તારી મરજી કરાવી ગયો છે.

કહે તું કયા છે સ્વરૂપે ગઝલમાં?
શું કારણ હતું કે લખાવી ગયો છે?

કરે આંખ રાત્રે ફરિયાદ ‘મંથન’
જલદ કોણ સૂરજ બુઝાવી ગયો છે?
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment