વાતનો ફનકાર છે,
આજનો પડકાર છે.
શબ્દે ગુંથે લાગણી,
મન થકી લાચાર છે.
જોઇ વાંચે ભાવને,
જાત હોશીયાર છે.
કાન માંહે ગુંજતી,
હેત ની ઝંકાર છે.
ભાવ મનના પારખી,
જાણતો વાચાળ છે.
તર ઘટાઓ સરવળે,
ગુંજતો મલ્હાર છે.
રાખતા છાની છટા,
ડંખ ભારો ભાર છે.
હદ બધાની આંકતી,
આખરી તકરાર છે.
આપણી માસૂમ હવે,
ચાલતી વણજાર છે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment