જગતની કોઈ પાંપણ પર કદી તાળા તમે જોયાં? ખુલે છે દ્વાર આંખોનાં બધા આડા તમે જોયાં? સમય વીત્યા પછી પણ એ રહે છે જો તરોતાજા હ્રદયનાં કોઈપણ સંબંધ પર જાળા તમે જોયાં? બનાવો દુ:ખનાં તો દુ:ખને પણ રોજ આવે છે છતાં કોઈ દિવસ શું એમનાં ટોળા તમે જોયા? નથી દીવાલ કે છત કોઈ ખૂણાં એમનાં ઘરમાં કદીપણ ધ્યાનથી ઉભા રહી માળા તમે જોયાં? તમે પ્હોંચી શક્યા નાં મંઝિલે બસ એ જ કારણથી અમે રસ્તો જ જોયો તો ફકત,ખાડા તમે જોયા.
:=: સતિષ ચૌહાણ (ગોધરા)
No comments:
Post a Comment