Tuesday, 3 October 2017

ગઝલ

મને તારું દિલ તો  મળી ગયું ,
પછી તો એ જીવતર ગમી ગયું.

પછી ના પૂછો તો જ સારું ,
વિરહમાં શરીર આ ગળી ગયું !

શીખી લે કંઈક તરુ કનેથી ,
એ ફળ આવતા તે નમી ગયું !

ધરમ એથી મોટું ન કોઈ,
ભૂખુ કોઈ આવી જમી ગયું .

રટે છે સદા નામ હૈયું ,
પ્રિયે નામ તારું વસી ગયું .

અંશ ખીંમતવી

No comments:

Post a Comment