Monday, 23 October 2017

ગઝલ

કયાંથી માનું ઇશ્વર છે તું,
મૂર્તિ રૂપે    પત્થર છે તું.

મારા હાથોની રેખા માં,
આલેખેલો અક્ષર છે તું.

મારા આંગણમાં ઉજવાતો,
આંસુઓનો અવસર છે તું.

મારામાં  જાગી  જીજ્ઞાશા,
મારા માટે નવતર છે તું.

તારૂં મૃત્યુ નિશ્ર્ચિત છે હોં,
માનવ દેહે નશ્વર છે તું.

-તુરી રાહુલ"ઝીલ"

No comments:

Post a Comment