Monday, 23 October 2017

ગઝલ

નીકળી જાય નહિ સમય, પકડો.
બંધ મૂઠ્ઠી કરી સખત પકડો.

લોકમાનસ સુધી પહોંચાશે,
બસ તમે હાથમાં કલમ પકડો.

જાદુથી કમ નથી શબદ મારા,
જો ગઝલનો ખરો મરમ પકડો.

ખૂબ લાગી હશે તરસ રણને,
ઝાંઝવામાં હશે પરબ પકડો.

આંખની કેદમાંથી છટકીને,
સ્વપ્ન ભાગ્યું કઇ તરફ પકડો.

~ પ્રવીણ જાદવ .

No comments:

Post a Comment