બાપુને પત્ર
આંખે ચશ્મા પ્હેરીને જોઈ લો બાપુ!
મારી સાથે પણ તમે રોઈ લો બાપુ!
મોભનાં પાણી ચઢયાં નેવાં ઉપરથી!
પાંપણોથી અશ્રુઓ લ્હોઈ લો બાપુ!
બાપ વૃદ્ધાશ્રમના સરનામે રહે છે!
દીકરો મ્હેલોમાં રહે, જોઈ લો બાપુ!
સાધુએ, નેતાએ, વેપારીએ લૂંટયા ...
આંખમાં કસ્તર પડ્યું? ધોઈ લો બાપુ!
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એક છે પણ
માનવાનું તો નથી કોઈ, લો બાપુ!
કોઈ સત્સંગ, કોઈ ભજનો કામના ના!
છાતીમાં ત્રણ ગોળીઓ પ્રોઈ લો બાપુ!
- હરિહર શુક્લ
૧૩-૦૯-૨૦૧૭
# રજુઆત : ૦૨-૧૦-૨૦૧૭
No comments:
Post a Comment