Sunday, 1 October 2017

ગઝલ


"વિશ્વ સીનીયર સીટીજન દિન"

"નાગરિક વડેરાં"

બાળપણે  રમતાં  વખત  વિતાવ્યો,
ને  તરુણ અવસ્થામાં  ધન  કમાયો.
ભજન  કરીશું   ઘડપણ  માં  બેસી,
પણ    પૌત્રોએ   જ  મને   ઘેરાવ્યો.
નાગરિક    વડેરાં     નામ     અપાયું,
પરિવારે      વ્યવહારે    બેસાડાવ્યો.
બોલાવી     પુછતા   વ્યહવારે   સૌ,
પણ  મારોજ  વિચાર ન અપનાવ્યો.
સરકારે    પ્રથમ    ગણાવી   રાખ્યો,
તોયે    લાંબી    લાઈને     ઉભાડ્યો.
ક્યાંક     વળી    પરિવારે    પીડાયો,
ઘરડા ઘર  આરામ  કરવા પુગાડ્યો.

                 હરસુખભાઇ સુખાનંદી
૦૨•૧૦•૨૦૧૭           સીતારામ

No comments:

Post a Comment