હોય કિસ્મત સારી આવું તોજ થાય,
કે વગર પીડાએ સારું મોત થાય.
.
અવતરે અવતાર માનવનો લઈ
તોય પૂજા મંદિરોમાં રોજ થાય.
.
લાગણીના બીજ હું વાવું બધે,
હો તને નફરત તો એ પણ થોર થાય.
.
પહોંચવું છે મંઝીલે તો રાહ જો
ઝાડ પહેલા નાનું અમથું છોડ થાય.
.
હું હૃદયથી આપું છું એવી દુઆ,
કે તને પણ પ્રેમ નામે રોગ થાય.
.
હારવું તો એવી રીતે હારવું,
જીતનારાને બહું અફસોસ થાય.
.
આજ દુર્યોધન બની બેઠા બધા,
કર્ણ જેવો 'મિત્ર' આજે કોણ થાય?.
મિત્ર રાઠોડ
No comments:
Post a Comment