Wednesday, 11 October 2017

ગઝલ

માંગુ  છું  એ  મળે  છે,
એ જ  જગને બળે છે.

હું  છુપાવું  ભલે, ઇશ,
મનથી સઘળું  કળે છે.

સાવ  ખોટી છે અફવા,
વાત  અમથી  દળે  છે.

હોય જે સમજુ શાણો,
આફતોથી    ટળે   છે.

હોય  છે  જે  વિચારો,
એ  ક્રિયામાં ભળે  છે.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment